GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૦૫ જગ્યાએ સી.સી. રોડના કામોનો પ્રગતિ અહેવાલ

MORBI:મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૦૫ જગ્યાએ સી.સી. રોડના કામોનો પ્રગતિ અહેવાલ

 

 

આથી મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવે છે કે, મોરબી શહેરમાં તા.૦૮/૦૮/૨૦૨૫ની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શરૂ કરવામાં આવેલ કામોનો પ્રગતિ અહેવાલ નીચે મુજબ છે.

મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૩૫૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ સુધી સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૧૦૦ મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. રૂ.૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧,૨,૩ માં સી.સી.રોડનું કામ આલુ કરવામાં આવેલ જે જેમાં હાલે શેરી નં-૨ અને ૩ માં કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને શેરી નં-૧માં કામ પ્રગતિ હેઠળ છે. રૂ.૫૦.૫૫ લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે 300 મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે અને રૂ. ૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ શરૂ કરવામાં આવેલ જેમાં હાલે ૧૦૦ મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત કામો તાત્કાલીક પૂર્ણ કરવામાં આવશે. સદર કામો પૂર્ણ થયેથી શહેરીજનોની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે અને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!