DAHODGUJARAT

ફંકશન માં સેવા આપવા આવેલ યુવતિઓ ને વેતન અપાવતા અભયમ લીમખેડા

તા.૦૬.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ફંકશન માં સેવા આપવા આવેલ યુવતિઓ ને વેતન અપાવતા અભયમ લીમખેડા

દાહોદ જિલ્લા ના પીપલોદ પાસે થી યુવતિઓ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ કે તેઓ ઇન્દોર થી ફંકશન માટે પીપલોદ આવેલ અમે નકકી કરેલ કામગીરી કરેલ છે હવે અમારું વેતન આપતાં નથી અમારી પાસે ધરે પરત જવાનાં પણ રૂપિયા નથી મદદ માટે વિનંતી કરતા અભયમ રેસક્યું ટીમ લીમખેડા સ્થળ પર પહોચી તેમનાં સુપરવાઇઝર પાસે થી આઠ હજાર વેતન અપાવતા પર પ્રાંતિય યુવતિઓ એ અભયમ નો આભાર માન્યો હતો.મળતી માહિતિ મુજ્બ લગ્ન તેમજ ઇવેન્ટ માં કામ કરવા યુવતીઓ રાખવામાં આવે છે તે જ રીતે પીપલોદ હોટલ માં ઇન્દોર માટે યુવતિઓ કામ માટે રાખવામાં આવી હતી તેઓ ને કામ પર લાવનાર સુપરવાઇઝર હવે પેમેન્ટ આપતાં નથી અને ઘરે જવાનું કહે છે યુવતિઓ મૂશ્કેલી માં હોવાથી અભયમ ની મદદ માંગી હતી.અભયમ ટીમ દ્વારા સૂપરવાઇઝર ને આ રીતે યુવતિઓ ને હેરાન કરવા એ ગુનો બને છે એમ અસરકારક રીતે સમજાવતાં તેઓ એ બાકી નીકળતું પેમેન્ટ આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!