MORBI:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો.
MORBI:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો.
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજી ના માર્ગદર્શન હેઠળ દેશભર ના વિવિધ પ્રખંડો માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે માઁ જગદંબા ની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.૨૮-૯-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૯ કલાકે શહેર ના જલારામ ધામ ખાતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું જેમાં બજરંગ ગરબી મંડળ, પંચેશ્વરી ગરબી મંડળ, રેલવે કોલોની ગરબી મંડળ, વસંત પ્લોટ ગરબી મંડળ, નવદુર્ગા ગરબી મંડળ, ભવાની ચોક ગરબી મંડળ, પંડિત દીનદયાલ આશ્રય સ્થાન, શક્તિ બાળ મંડળ, બાલિકા ગરબી મંડળ, બુઢા બાવા ગરબી મંડળ સહીતના ગરબી મંડળ ની બાળાઓ ઉપરાંત હોસ્પીટલ ના નર્સિંગ સ્ટાફ ની બહેનો સહીત કુલ ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન યોજાયુ હતુ. ઉપસ્થિત દરેક કન્યાઓનો કૃષ્ણસિંહજી ઝાલા, વિનોદભાઈ રામજીભાઈ બારા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, પારસભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, હરીશભાઈ રાજા, દીનેશભાઈ પારેખ, પિયુષભાઈ વાઢારા, સી.પી.પોપટ, હસુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ સહીત નાં અગ્રણીઓ દ્વારા લ્હાણી અર્પણ કરવામાં આવી હતી તેમજ દરેક માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ, ધર્મેન્દ્રભાઈ કાલરીયા, લખનભાઈ કક્કડ, નરેન્દ્રભાઈ પાવ, કે.પી.ભાગીયા, સી.પી.પોપટ, કીશોરભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, જયંતભાઈ રાઘુરા, ભાવેશભાઈ બુદ્ધદેવ, જગદીશભાઈ કોટક, હરીશભાઈ રાજા, હરીશભાઈ સોમમાણેક, હીતેશભાઈ જાની, ચંદ્રીકાબેન પલાણ, રઘુવંશી મહિલા મંડળ તથા જલારામ ધામ મહિલા મંડળ ના બહેનો, જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર, ધીરજલાલ ઠકરાર, પ્રવિણભાઈ કારીયા, વૈદેહી સંત્સંગ મંડળ, દીગુભા ઝાલા, સંગ્રામસિંહ જાડેજા, પપ્પુભાઈ ચંડીભમર,અશોકભાઈ જોશી, રાજુભાઈ વિંધાણી સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજન કર્યુ હતુ તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યું છે.