GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-૨ રામકૃષ્ણનગર  નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો 

MORBI:મોરબી-૨ રામકૃષ્ણનગર  નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

 

 

મોરબી-૨ રામકૃષ્ણનગર નજીક જયદીપ મકવાણા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ રામકૃષ્ણનગરની મેઈન શેરીમાં વોચ હોય તે દરમિયાન ઉપરોક્ત ઈસમ ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮ નંગ બોટલ કિ.રૂ.૪,૮૯૮/- મળી આવી હતી, આ સાથે આરોપી જયદિપભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મકવાણા ઉવ.૨૦ રહે,રામકૃષ્ણનગર મોરબી-૨ વાળાની અટક કરવામાં આવી છે, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર આરોપી સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ રહે. મોરબી-૨ ભાગ્યલક્ષ્મી સોસાયટીવાળાના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!