BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો

સાત દિવસ ચાલનારા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રસંગોનું સંગીતમય શૈલીમાં નિરુપણ થશે

ઝઘડિયા તાલુકાના અવિધા સ્થિત વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના ૨૬ માં પાટોત્સવની ઉજવણીના અવસરે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭ ડિસેમ્બરથી ૨૩ મી ડિસેમ્બર દરમિયાન યુ.એસ.એ.સ્થિત ભારતીબેન જયપ્રકાશ પટેલ પરિવારના મુખ્ય યજમાનપદે આયોજિત મહોત્સવમાં સત્યપ્રકાશદાસ સ્વામીજીએ સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો તે પૂર્વે નીકળેલ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં સત્સંગીજનો જોડાયા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત તા.૧૭ મીએ સવારે ૮ વાગ્યે યોજાયેલ પોથીયાત્રા દ્વારા મહોત્સવનો પ્રાંરંભ થયો,અને સવારે ૯ કલાકે કથાની શરૂઆત કરવામાં આવી હતી. ભાગવત સપ્તાહ અંતર્ગત તા.૧૮ મીએ સવારે વિદુર ચરિત્ર અને સાંજે ધ્રુવ ચરિત્ર,તા.૧૯ મીએ સાંજે પ્રહલાદ ચરિત્ર,તા.૨૦ મીએ સવારે રામ જન્મોત્સવ અને સાંજે કૃષ્ણ જન્મોત્સવ,તા.૨૧ મીએ સવારે માખણલીલા અને સાંજે ગોવર્ધન અન્નકૂટ ઉત્સવ, તા.૨૨ મીએ સવારે રાસલીલા અને સાંજે રૂક્ષમણી વિવાહ,તા.૨૩ મીએ સવારે સુદામા ચરિત્રનું નિરુપણ થશે જયારે સાંજે શાકોત્સવ સંપન્ન કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત દરરોજ સવારે ૧૧-૩૦ વાગ્યે તથા સાંજે ૫-૩૦ વાગ્યે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કથા દરમિયાન સંતગણના ધાર્મિક પ્રવચનો અને આશિર્વાદનો સત્સંગીજનોને લાભ મળશે. તા.૧૭ મીથી તા.૨૩ મી દરમિયાન યોજાનાર શ્રીમદ ભાગવત કથા સપ્તાહનો લાભ લેવા આયોજકો દ્વારા શ્રધ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!