ગઢમાં વિજયાદશમી નિમિત્તે શ્રી રાજપૂત યુવા શક્તિ ટીમ દ્રારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
13 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
પાલનપુર તાલુકાના ગઢ ગામે આસુરી શક્તિઓ ઉપર સત્યના વિજય સમાન પર્વ વિજયા દશમી ( દશેરા ) નિમિત્તે શ્રી રાજપૂત યુવા શક્તિ ગઢ ટીમ દ્રારા નર્મદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો ..આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજપૂત સમાજના અગ્રણી રૂપસિંહભાઈ ચૌહાણે ગામના ઉપસ્થિત સર્વ સમાજના વડીલો , યુવાનો , માતાઓ , બહેનોને આવકારી ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની વર્તમાન સમયમાં ઉપયોગિતા અંગે સરસ માહીતી આપી હતી .આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) સહિત ગામની વિવિધ શૈક્ષણિક – ધાર્મિક – સામાજિક સંસ્થાના અગ્રણીઓ અમરતભાઈ ગામી , ખોડીદાસ પટેલ, નાનજીભાઈ ચૌધરી , અશોકભાઈ ગામી , કરશનભાઈ ભટોળ , રામસિંહ દરબાર સહિત રાજપૂત સમાજના યુવાનો , વડીલો , માતાઓ – બહેનો તેમજ ગઢના સર્વ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્રોનું પૂજન કર્યું હતું