હિંમતનગર મા બીઝેડ ગૃપ ની આવેલી શાખાઓમાં સીઆઇડી ના દરોડા બાદ વિજાપુર ની બિઝેડ ની શાખાને તાળા લાગ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
હિંમતનગર બી ઝેડ ગૃપ મા સીઆઇડી એ પાડેલા દરોડા બાદ એકા એક વિજાપુર શહેરમા અક્ષર અર્કેડ તેમજ સુવિધી કોમ્પલેક્ષ ખાતે આવેલ બીઝેડ ઇન્ટર નેશનલ બ્રોકિગ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો બી ઝેડ ના નામથી વેચાણ કરતી શાખાઓ ને તાળા લાગતા ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. ઉત્તર ગુજરાત ના હિંમતનરમાંથી સંચાલન કરતી વિજાપુર મા આવેલ બીઝેડ ઇન્ટર નેશનલ પ્રા લી. મા અને બીઝેડ ટ્રેડિંગ મા સીઆઇડી આવી પોહ્ચે અને કઈ મળે તે પહેલાં બંને શાખાઓ મા તાળા મારી સંચાલકો અજેન્ટો ચાલ્યા ગયા છે. જોકે એક ચર્ચા મુજબ વિજાપુર ની શાખા મા પણ ઘણા શિક્ષિત લોકોએ મોટા રોકાણ કરેલા છે. પરંતુ રોકેલા પૈસા પરત મળવાની આશાએ હજુ લોકો તરફથી કોઈ ફરીયાદ ઉઠી નથી. કે કોઈએ ફરીયાદ કરી નથી. હાલમાં સીઆઇડી અહીંની ઓફીસ સુધી આવે તે પહેલાં ઓફિસ અને દુકાનમાં મૂકેલા ડીવીઆર તેમજ કોમ્પ્યુટર કંપની ના સાધનો અન્ય જગ્યાએ મૂકીને તાળા મારેલા જોવા મળ્યા હતા. જોકે અહીં રોકાણકાર તરફથી હાલ સુધી કોઈ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ અહી પણ બીઝેડ ઇન્ટર નેશનલ પ્રા લી. મા સૌથી વધુ શિક્ષિત લોકોએ વધુ કમાવવા ની લાલચે રોકાણ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.