GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસે બાઈક ચોરીના ત્રણ ગુન્હા ડીટેક્ટ કરી એક ઈસમને ચાર બાઈક સાથે ઝડપી લીઘો

MORBI:મોરબી પોલીસે બાઈક ચોરીના ત્રણ ગુન્હા ડીટેક્ટ કરી એક ઈસમને ચાર બાઈક સાથે ઝડપી લીઘો

 

 

મોરબી સીટી એ ડીવીઝન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ત્રણ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક ઇસમને ચાર મોટરસાયકલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ ખાનગી બાતમી આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના એક્ટીવા મોટરસાયકલ સાથે પકડી પાડેલ જે મો.સા.ના જરૂરી કાગળો તથા આધાર પુરાવા માંગતા ઇસમ પાસે નહિ હોવાનુ જણાવેલ અને તેણે આ મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાવેલ તેમજ ઇસમની વિષેશ પુછપરછ કરતા તેણે આ એક્ટીવા મો.સા. સિવાયના અન્ય ત્રણ મોટર સાયકલ પોતાના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી રહે માળીયા માલાણી શેરી સાથે મળી મોરબી સીટી વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોય જેથી આરોપીના રહેણાંક મકાનેથી ચારેય મો.સા. એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. સીટી એ ડીવીઝન તથા મોરબી સીટી બી ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને આરોપી પાસેથી મળી આવેલ ચારેય ચારેય મો.સા પૈકી ત્રણ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ એક મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણી રહે. મોરબી લાતી પ્લોટ જોન્સનગર શેરી નંબર-૧૦ મોરબીવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!