MORBI:મોરબી રાજકોટ રોડ ઉપર નશાની હાલતમાં જોખમી સ્ટંટ કરતાં ઈસમને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
MORBI:મોરબી રાજકોટ રોડ ઉપર નશાની હાલતમાં જોખમી સ્ટંટ કરતાં ઈસમને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
રાજકોટ મોરબી રોડ ઉપર નશાની હાલતમાં એક શખ્સે જોખમી રીતે કાર ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ટંકારા પોલીસે આ બનાવની ગંભીર નોંધ લઈ નશાની હાલતમાં જાહેર રોડ ઉપર પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકી કાર જોખમી રીતે ચલાવનાર શખ્સને ગણતરીની કલાકોમાં દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી રાજકોટ રોડ ઉપર ગઈકાલે એક શખ્સ પોતાની જી.જે.36. એ.એલ.3047 નંબરની કાર લઈને પોતાની તથા બીજાનો જીવ જોખમમાં મુકાય તે રીતે કાર ચલાવી હતી. આ કાર જોખની રીતે ચલાવીને આઇસર ટ્રક સાથે અકસ્માત પણ કર્યો હતો. પાછળ આવતા વાહન ચાલકે આ જોખમી સ્ટંટ કરનાર શખ્સનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આથી ટંકારા પીઆઇ છસિયા સહિતની ટીમે આ શખ્સને પકડી પાડવા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ટંકારા બારનાલા નજીક વોચ ગોઠવી હતી અને રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર શખ્સ જાવેદભાઈ ઈસ્માઈલભાઈ સૈયા ઉ.વ.32 રહે મોરબી રણછોડનગર સાંઈબાબાના મંદિર પાસેને કાર સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.