BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચની શાળાઓને એચએમપીવી વાઇરસને લઈને સતર્ક રહેવા તાકીદ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એચએમપીવી વાઇરસ ને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તૈયારી બતાવતા કહ્યું એક્સન પ્લાન તૈયાર છે. આરોગ્ય વિભાગ કે સરકારની એડવાઈઝરી હજુ મળી નથી ગુજરાતમાં એચએમપીવી વાયરસ ના આગમન થતાં ભરૂચ આરોગ્ય વિભાગે પણ પૂર્વ તૈયારી કરી લીધી છે. જોકે હાલ ભરૂચ જિલ્લામાં આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આ વાઇરસની અસર બાળકોમાં વધુ જોવા મળે છે. જિલ્લામાં અંદાજે 1 હજારથી વધુ શાળામાં એક લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેથી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વાયરસ ની ઘાતકતા અને ફેલાવાને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ ભરૂચે પૂરી તૈયારી કરી છે. રાજ્ય માંથી જેવી એડવાઇઝરી જાહેર થશે. શાળામાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છે. બાળકોની આગામી દિવસમાં બોર્ડની પરીક્ષા તેમજ પ્રિલિમરી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે બાળકોને એચએમપીવી વાયરસથી બચાવવા માટે સાવચેતીના પગલાં લેવા માટે તૈયાર છે. અને અમારો એકસન પ્લાન પણ તૈયાર છે. ઉપરથી જેવી એડવાઈઝરી મળશે અથવા આરોગ્ય વિભાગ થી એડવાઈઝરી મળશે તે સાથે જ અમે અમારી કામગીરી શરૂ કરશું. તેવું જણાવ્યું હતું. જોકે હજુ સુધી ભરૂચ જિલ્લામાં એક પણ એચએમપીવી વાઇરસ નો કેસ નોંધાયો નથી.

Back to top button
error: Content is protected !!