કેશોદ તાલુકાના અજાબ તથા શેરગઢ ગામ ની સીમાડે આવેલ શ્રી કેશવ કલીમલ હારી બાપુની તપોભૂમિ ખાતે કાર્તિક પૂર્ણિમા ના દિવસે ૪૨મી પુણ્યતિથિ આસ્થાભેર ઉજવવામાં આવી હતી. કેશોદના શેરગઢ અને અજાબ ગામનાં ઉપરાંત આસપાસના વિસ્તારમાં વસતાં ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદના અજાબ શેરગઢ ગામનાં સીમાડે આવેલ સંત શ્રી કલીમલહારી બાપુની તપોભૂમિ ખાતે શાસ્ત્રોકત વિધિ સાથે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી કલીમલહારી બાપુ ના ભાવિકો ભક્તો ની એક પંગતમાં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજારથી વધારે ભાવિકો ભક્તો એ મહાપ્રસાદ લીધો હતો. સવારથી જ કેશોદના અજાબ શેરગઢ ગામનાં સીમાડે આવેલ સંત શ્રી કલીમલહારી બાપુની તપોભૂમિ ખાતે ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને ચાલી રહેલી ધૂનમાં જોડાઈને ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. કેશોદના અજાબ શેરગઢ ગામનાં સીમાડે આવેલ સંત શ્રી કલીમલહારી બાપુની તપોભૂમિ ખાતે સ્વયંભુ લોકમેળો યોજાઈ ગયો હતો જેમાં બાળકો માટે રમતગમતના સાધનો ઉપરાંત ચકડોળ અને રમકડાં ના સ્ટોલ સહિત ઘરવપરાશની નાનીમોટી ચીજવસ્તુઓ સાથે પથારાવાળા હોય સૌ લોકોએ પરિવાર સાથે આનંદ ઉઠાવ્યો હતો.કેશોદના શેરગઢ-અજાબ ઞામના સીમાડે મૌન રહી અલખની આરાધના કરી એવા પરમ પૂજ્ય સંત શ્રી કેશવ કલીમલહારી બાપુ ની ૪૨ મી પુણ્યતિથી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહી બાપુની સમાધિસ્થાન દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શેરગઢ અજાબ ગામના સેવકો દ્રારા શ્રી કેશવ કલીમલહારી બાપુની ૪૨મી પુણ્યતિથિ ઉજવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદ તાલુકાના અજાબ તથા શેરગઢ ગામ ની સીમાડે આવેલ શ્રી કેશવ કલીમલ હારી બાપુની સાથે આસપાસના વિસ્તારમાં અતૂટ શ્રધ્ધા અને આસ્થા રહેલી છે ભાવિકો ભક્તો ને આજે પણ સંત શ્રી કલીમલહારી બાપુની સમાધિસ્થાન દર્શન કરી મનોવાંછિત ફળ મેળવી ધન્યતા અનુભવે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ