GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી (વિશ્વ યોગ દિવસ) ના ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર.

MORBI:મોરબી (વિશ્વ યોગ દિવસ) ના ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર.

 

 

માનનિય વડાપ્રધાનશ્રી તેમજ કેન્દ્રીઓય સહકારીતા મંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ “સહકાર થી સમૃધ્ધિ” સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ – ૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ” તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેની ઉજવણીના ભાગરૂપે તા.૨૧ જૂન (વિશ્વ યોગ દિવસ) ના રોજ ડો. બી. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી), મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ઈન્સ્ટ્રકટર તરીકે શ્રી ગુન ભારવાણી તથા શ્રી શિવાની પુરોહિત દ્વારા યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન ગેઇમ દ્વારા હંગામી જીવનમાં સ્ટ્રેસ કોમ્પિટેશન અને ચિંતાથી થતી તકલીફો દુર કરવા દરરોજ શું કરવુ જોઇએ ? યોગ-પ્રાણાયામથી આપણુ સ્વાસ્થ્ય સુદ્દઢ બનાવવા શું કરવુ જોઇએ ? અને યોગ- પ્રાણાયામ કરીને તંદુરસ્ત જીવન કેમ જીવવું ? તે અંગે તાલીમ, યોગ-પ્રાણાયામના વિવિધ ફાયદા અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ રાષ્ટ્રવ્યાપી ચળવળનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય યોગ પ્રથા, સામાન્ય પ્રજાજન અને સમુદાયોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વધારવામાં તેની ભૂમિકા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે. આ યોગ શિબિરમાં સહકારી સંસ્થાઓ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી, યોગ-પ્રાણાયામ અંગેની તાલીમ મેળવવામાં આવી.

Back to top button
error: Content is protected !!