GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શક્ત શનાળાના બાળક અનંત અઘારામાં ચિત્રો દોરવાની અનંત શક્તિ

MORBI:મોરબીના શક્ત શનાળાના બાળક અનંત અઘારામાં ચિત્રો દોરવાની અનંત શક્તિ

 

 

દેશનેતાઓ,ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો શક્ત શનાળાનો બાળ ચિત્રકાર

મોરબીના શક્ત શફનાળા ગામના ‘અનંત અઘારા’ નામના બાળકની ચિત્રો બનાવવાની બેનમૂન કલા

કલી ક્લીમેં મહેંક છુપી હૈ l ખીલને ભર કી દેર હૈ l હર બાલકમેં કલા છુપી હૈ l દિલસે બહાર નિકાલને કી દેર હૈ l

મોરબી, દરેક બાળક એ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે,દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા,કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ એ કલા,કૌશલ્ય, ખાસિયતોને વિકસાવવા માટે જહેમત ઉઠાવી પડે,કલાને નિખારવા સાધના કરવી પડે, આવી જ શક્તિ શક્ત શનાળા ગામના નિવાસી સુખદેવભાઈ અઘારાના પુત્ર રત્ન અનંત કે જેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ રાજપર તાલુકા શાળામાં પૂર્ણ કરી હાલમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા અનંત અઘારા મા છે. આ બાળ ચિત્રકાર છત્રપતિ શિવાજી મહારાજ,રાણા પ્રતાપ શહીદ વીર ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ,પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ નરેન્દ્રભાઈ મોદી,વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ તેમજ પરિવારના સભ્યો, અને અનંત ને ગમતા વ્યક્તિ વિશેષના આબેહૂબ ચિત્રો દોરે છે. આ બાળ કલાકારની કલાને વિકસાવવા એમના પિતા સુખદેવભાઈ અઘારા તેમજ ઘરના સભ્યો અનંતને જરૂરી તમામ સુવિધા તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, અનંતની આ અદ્દભુત, અલૌકીક કલા કૌશલ્યને નિહાળી ચોતરફથી અભિનંદન અને ધન્યવાદ મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!