GUJARATHALOLPANCHMAHAL
પાવાગઢ- વરસાદને કારણે યાત્રિકોની સુરક્ષા અને સલામતી ને લઇ વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ તળેટી થી માંચી ડુંગર તેમજ મંદિર જવા માટે પ્રતિબંધ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૭.૨૦૨૪
છેલ્લાં વીસ કલાકથી હાલોલ સહિત પંથકમા ભારે વરસાદને કારણે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર યાત્રિકોની સુરક્ષા અને સલામતી ને લઇ વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ તળેટી થી માંચી ડુંગર તેમજ મંદિર જવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.હાલોલ નગર સહિત પંથકમા ગતરાત્રિ થી મુશળધાર વરસાદ વરસતો હોવાને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શને આવતા હોવાને લઇ કોઈ હોનારત ન થાય તે માટે યાત્રિકોની સુરક્ષા અને સલામતી ના ભાગરૂપે જ્યા સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી ઉપર જવા દેવા માટે નો રસ્તો વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.જેમાં પાવાગઢ તળેટી ખાતે ડુંગર ઉપર જવાના રસ્તા ઉપર બેરિકેટ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી મળવા પામી છે.