MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વજેપર શેરી નં -23 માં ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને નવી આંગણવાડી બનાવવા લેખિતમાં રજૂઆત

MORBI:મોરબીના વજેપર શેરી નં -23 માં ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને નવી આંગણવાડી બનાવવા લેખિતમાં રજૂઆત

 

 

મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નં – ૨૩ માં આવેલ સાર્વજનિક પ્લોટમાં આવારાતત્વોએ જે ભુંડ પકડવાનો ધંધો કરે છે તેઓએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી વાડો કરી તેમાં ભૂંડ પુરે છે જેથી આ દબાણ દૂર કરી નવી આંગણવાડી ત્યાં બનાવી આપવા સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં સામજીક કાર્યકરો રાજુભાઈ દવે, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ જણાવેલ કે વજેપર શેરી નં.-૨૩ માં આવેલ સાર્વજનિક પ્લોટ માં આવારાતત્વો નામના શખ્સ જે ભુંડ પકડવાનો ધંધો કરે છે. શું તેની પાસે લાયસન્સ છે ? તેઓએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી વાડો બનાવેલ છે. અને તેમાં ભુંડને પુરે છે. જેનાથી અઆ વિસ્તારમાં ગંદકી ફેલાય છે. અને આ પ્લોટની બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જે ભાડે છે તે પણ જર્જરીત થઈ ગયેલ છે તો પણ આ આંગણવાડી ચાલુ છે જો કાંઈ પણ કુદરતી બનાવ બને તો તેની જવાદાર કોણ લેશે જે આ ગંદકીના લીધે બાળકો બિમાર પડે તેના લીધે બંધ અથવા અન્ય સ્થળે લઇ જવાની ફરજ પડેલ છે. અને વજેપર-૨૩ માંથી શેરી નં.-૨૨ માં જવાનો રસ્તો પણ બંધ કરી દીધેલ છે.

તેમજ વધુમા જણાવ્યુ હતુ કે ૨૦૨૪ માં મોરબી માળીયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા એ ૧૨,૦૦,૦૦૦/- બાર લાખ રૂપિયા પાસ થયેલ હતા તો કાંતીભાઈ આવી મોટી મોટી વાતો કરે છે તો એક આંગણવાડી તો બનાવી દો આ પૈસા ક્યાં ગયા એવુ પ્રજા પુછે છે તેની તપાસ કરો આ બાબતે કલેકટરને પણ અગાઉ રજુઆત કરેલ હતી પરંતુ હજુ સુધી કોઈ પગલા લીધેલ નથી.જેથી સામાજિક કાર્યકરો દ્વારા એવી માંગ કરી છે કે સાર્વજનીક પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવે અને પકડેલ ભુંડને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે અને ગંદકી દુર કરો તથા શેરી નં.-૨૨માં જવાનો રસ્તો ખુલ્લો કરવા તથા આંગણવાડી માટે બેસવાની વ્યવસ્થા ના હોવાથી વજેપર વિસ્તાર માં શિવ સોસાયટી સામે સરદારજી ના બંગલાની સામે ખરાબો વાળેલ છે. જે હટાવી ત્યાં આંગણવાડી બનાવવી આપવા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!