MORBI – મોરબીમાં યુવકનું અપહરણ કરી હત્યા નીપજાવનાર 11 ઈસમોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા
MORBI – મોરબીમાં યુવકનું અપહરણ કરી હત્યા નીપજાવનાર 11 ઈસમોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા
મોરબીના ઇન્દીરાનગરના પટ્ટમાંથી પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી 11 આરોપીઓએ બેલા રોડ ઉપર લઈ જઈ મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દેવા પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમોએ 11 આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી.મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડિયાનું અપહરણ કરી બેલા રોડ ઉપર લઈ જઈ 11 શખ્સોએ બેફામ માર મારી મોતને ઘાટ ઉતારતા 11 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવમાં સીટી બી ડિવિઝન અને એલસીબી તેમજ એસઓજી સંયુક્ત ટીમોએ આરોપી (૧) હરખજી ઉર્ફે હકો જીવનભાઇ અદગામા(૨) નરેશભાઇ લાભુભાઇ વાઘેલા (૩) વિશાલભાઇ ગાંડુભાઇ બાવરવા (૪) જયેશભાઇ જીવનભાઇ અદગામાવ(૫) કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા (૬) સીયારામ ગનેશભાઇ યાદવ (૭) મનીષ અશોકભાઇ દંતેસરીયા (૮) મેરૂભાઇ ભરતભાઇ કરોતરા(૯) કિશોરભાઇ ઓર્ફે કિશલો લાભુભાઇ વાઘેલા (૧૦) સુનીલભાઇ જયંતીભાઇ જોગડીયા અને (૧૧) પ્રવિણ ઉર્ફે ઉગો જગમાલભાઇ અદગામાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે