MORBIMORBI CITY / TALUKO

MORBI:“તેરા તુજકો અર્પણ”1.50 લાખના ઘરેણા રોકડ રૂપિયા ભરેલ પર્સ મૂળ માલિકને શોધી પરત કરતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

MORBI:“તેરા તુજકો અર્પણ”1.50 લાખના ઘરેણા રોકડ રૂપિયા ભરેલ પર્સ મૂળ માલિકને શોધી પરત કરતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

 

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અરજદાર કૈલાશબેન આદ્રોજા રહે- રામકો બંગલો રવાપર રોડ મોરબી વાળા મોરબી ગાંધીચોક થી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવેલ જેમા અરજદાર પોતાનુ પર્સ ભુલી ગયેલ હોય જેમા સોનાના ઘરેણા અંદાજીત કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૪૦૦૦/- હતા જે બાબતે પો.સ્ટે. આવીને જાણ કરતા અ.હે.કો. ડી.એમ.રાંકજા એ નેત્રમ શાખાની મદદથી અત્રેના સી.એન.જી. રિક્ષાને શોધી કાઢતા સી.એન.જી. રિક્ષા ચાલક મહેંદ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી રહે-રોહીદાશપરા મોરબી વાળા પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હોવાનુ જણાઇ આવેલ અને રીક્ષા ચાલકે પોતાની ઇમાનદારી દાખવી જેથી રિક્ષા ચાલક ને હાથે જ અરજદરાને પોતાનુ પર્સ પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ

Oplus_131072

Back to top button
error: Content is protected !!