તા.૦૧.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર ભાઇ બહેનો ની એક્ઝામ લેવામાં આવી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ભાઇ બહેનો ને ૧૦૦ દીવસ સુધી ઓફ્લાઇંન તાલિમ આપવામાં આવી ત્યાર બાદ સાત દિવસ સુધી ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ઑનલાઇન એક્ઝામ પણ લેવામાં આવી હતી જેમાં પાસ થયેલ યોગ ટ્રેનર ભાઇ બહેનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં દાહોદ જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી દ્વારા જિલ્લા કક્ષાએ જીલ્લા રમત ગમત અધિકારી ની કચેરી ખાતે પ્રેક્ટીકલ અને વાઇવાની એક્ઝામ લેવામાં આવી જેમાં જિલ્લા સોશિયલ મીડિયા કો ઓર્ડીનેટર રાહુલકુમાર,લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા, જીલ્લા રમત ગમત કચેરી નાં સ્ટાફ સાથે ૧૩ યોગ ટ્રેનર ભાઇ બહેનો એ એક્ઝામ મા હાજર રહ્યા હતા