GUJARATPANCHMAHAL

હાલોલ તાલુકાના વાંકડીયા ગામેથી જીવ દયા પ્રેમી સંસ્થાએ સાત ફૂટ લાંબા અજગરનું રેસક્યું કર્યું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૯.૨૦૨૩

હાલોલ તાલુકાના વાકડિયા ગામે એક ખેતરમાં મહાકાય અજગર દેખા દેતા ગ્રામજનોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જેમાં ગામના સરપંચ દ્વારા અજગર દેખાયા અંગેની જાણ વન વિભાગ તેમજ પંચમહાલ પંથકમાં જાનવરો માટે કામ કરતી જીવ ડ્યા પ્રેમી સંસ્થા નાં સુનિલભાઈ દરજીને કરતા જીવદયા પ્રેમી સંસ્થા નાં સુનિલભાઈ દરજી,પીન્ટુ પરમાર, વિશાલ પરમાર,પ્રકાશ રાઠોડ અને કેતન પરમારે અજગરને ઝડપી પાડવા વાકડીયા ગામે પહોંચી રેસક્યું ઓપરેશન હાથ ધરી ભારે જેહમત પૂર્વકથી સાત ફૂટ લાંબા અજગરને ઝડપી પાડયો હતો.જેને લઇ ને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.જ્યારે ઝડપાયેલા અજગરને સલામત સ્થળે છોડી મૂક્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!