MORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦ ની બદલે આગામી તા.૨૭ ડિસેમ્બરના મળશે
MORBi:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦ ની બદલે આગામી તા.૨૭ ડિસેમ્બરના મળશે
ઉક્ત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૦૧:૩૦ કલાક દરમિયાન કલેકટર કચેરી, મોરબીના સભાખંડમાં યોજાશે. તારીખ ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ આયોજિત ઉક્ત બેઠક અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, અધિકારીગણ અને સભ્યો હાજર રહે છે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.