MORBIMORBI CITY / TALUKO

MORBI:ઈલેકટ્રોનીક મીડિયા નેટવર્ક પર પ્રચાર માટેની જાહેરાતો અંગે જાહેરનામુ બહાર પડાયું

MORBI:ઈલેકટ્રોનીક મીડિયા નેટવર્ક પર પ્રચાર માટેની જાહેરાતો અંગે જાહેરનામુ બહાર પડાયું

 

મોરબી જિલ્લામાં ૭મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ઈલેકટ્રોનીક મીડિયા નેટવર્ક પર પ્રચાર જાહેરાતો અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી, પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહી.

જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ નહી તેવી જોગવાઈ છે. ભારતના ચૂંટણીપંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પક્ષ, સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરુધ્ધમાં કે ચૂંટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરુધ્ધ કોઈપણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તેવી સુપ્રીમ કોર્ટે જોગવાઈ કરેલ છે તેમજ ભારતના ચૂંટણી પંચના તા.ર૭/૦૮/ર૦૧રના પત્ર ક્રમાંક: ૪૯૧/પેઈડ ન્યઝ/ર૦૧ર/મીડિયાની માર્ગદર્શક સુચનાઓ અન્વયે અધિક મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરના તા.૩૧/૦૮/ર૦૧ર ના પત્ર નં. ઈએલસી/૧૦૧૦/ર૩૩(ર)/છ થી થયેલ સુચનાનુસાર જિલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેના સર્ટીફીકેશન માટે મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટિની રચના કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે. જે અંગેની કામગીરી સહાયક નિયામકશ્રી, માહિતી ખાતુ, મોરબી, સભ્ય સચિવ તરીકે સંભાળે છે.

આ સુચનાની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી મોરબી. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સતાની રૂએ જાહેરનામુ ફરમાવેલ છે કે, ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, બીજી કોઈ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વિગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડી સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, ઈલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે આવી જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વિગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટિના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી, મોરબીને કરવાની રહેશે.

આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઈન્સર્શન્સની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઈન્સર્શન માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજિત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે, જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યકિતએ આપી હોય તો તે વ્યકિત સોગંદ પર જાહેર કરશે કે, તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી, બધી ચુકવણી એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે એવી કબુલાત ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટનું પ્રસારણ થઈ શકશે નહી, ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીશ્રીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે તથા કેબલ ટેલીવિઝન અધિનિયમ-૧૯૯પ, તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કોર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉકત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સતા આપવામાં આવે છે.

આ જાહેરનામુ તા.૧૫-૦૫-૨૦૨૪ સુધી અમલમાં રહેશે તેમજ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પની જોગવાઈ મુજબ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!