GARUDESHWARTILAKWADA

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

 

અધિક કલેકટર ગોપાલ બામણીયાની અધ્યક્ષતામાં આગામી ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૧મી જૂન – ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીની સૂચનાથી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શનમાં આજરોજ અધિક કલેકટર ગોપાલ બામણીયાની અધ્યક્ષતામાં વહીવટી કાર્યાલય,એકતા નગર ખાતે કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આયોજનના ભાગરૂપે ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તે જોવા અનુરોધ કર્યો હતો અને સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમો યોજાય તે આવશ્યક છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી માટે સમિતિની રચના કરવામાં આવી છે તેમણે પોતાની જવાબદારીઓ સંપૂર્ણ રીતે કરવા સલાહ-સૂચનો આપ્યા હતાં.

Back to top button
error: Content is protected !!