GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કોલવડા ગેરીતા ગામની શાળામાં આંખોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

વિજાપુર કોલવડા ગેરીતા ગામની શાળામાં આંખોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કે. ડી. હૉસ્પિટલ અમદાવાદ તેમજ શ્રી કોલવડા કેળવણી જૂથ મંડળ ના સહયોગથી વિજાપુર કોલવડા (ગેરિતા) ગામની હાઈસ્કૂલમાં નિઃશુલ્ક આખોની તપાસનો કેમ્પ પ્રોજેક્ટ દિશા અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં ૩૩૫ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી ૩૭ દર્દીઓને કે ડી. હૉસ્પિટલ અમદાવાદ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે ફ્રી સેવાઓ આપવા માં આવશે જેનો લાભ લેવા લાભાર્થીઓને લેવા માટે જણાવાયું હતુ આ કેમ્પમાં કે. ડી. હોસ્પીટલના ઓપથમોલોજી વિભાગના સિનિયર ડૉ.ઉત્પલ પટેલ અને ભાવિકભાઈ પ્રજાપતિ દ્રારા દરેક લાભાર્થીની ચીવટપૂર્વક તપાસ કરી હતી.દર્દીઓને ફ્રી નંબરના ચશ્માં અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ સેવા સમાજના છેવાડાના વ્યકિત સુધી આંખોની અત્યાધુનિક સારવાર મળી શકે તથા જરૂરિયાતમંદ કોઇપણ નિદાન અને સારવારથી વંચિત ના રહે એ પ્રોજેક્ટ દિશાનો મુખ્ય ધ્યેય છે એમ જનક સાધુ એ જણાવ્યુ હતુ આ કેમ્પમાં પી.ટી.પટેલ (ટ્રસ્ટી)તેમજ દિલીપભાઈ પટેલ (આચાર્ય ) તેમજ શ્રુતિબેન પટેલ (સંચાલક) મુકેશભાઈ ભાવસાર, તેમજ ટ્રસ્ટના સભ્યો ઊપસ્થિત રહ્યા અને આ કેમ્પ ને સફળ બનવા પોતાની સેવા આપી અને કે.ડી.હોસ્પીટલ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો આસપાસ ના ગામના લોકોએ એ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!