MORBIMORBI CITY / TALUKO

MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સંસ્કૃત શ્લોક પઠન-સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાશે

MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સંસ્કૃત શ્લોક પઠન-સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાશે

 

 

આપણી દેવભાષા સંસ્કૃતમાં અનેકાનેક ગ્રંથો તથા શાસ્ત્રોની રચના થયેલી છે. આપણી વર્તમાન પેઢીના બ્રહ્મ બાળકો એના મહત્વને સમજે અને તેના દ્વારા સંસ્કારીત બની સંસ્કૃતિ જતનમાં પોતાનું યોગદાન આપે એ હેતુથી આગામી સમયમાં *સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન* કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકો 3 મિનીટની સમય મર્યાદામાં સંસ્કૃત સ્તુતિ, સ્તોત્ર કે વધુમાં વધુ 5 શ્લોક પ્રસ્તુત કરી શકશે. ભાગ લેનાર પ્રત્યેક બાળકને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેવા ઈચ્છતા બ્રહ્મ બાળકોએ પોતાના નામ, ઉંમર, સરનામું સહિતની વિગતો તારીખ 19/8 સુધીમાં 8780287220 પર પહોંચાડવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે. વધુ વિગતો માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા 9727716177, મહામંત્રી મિલેશભાઈ જોશી 9825232412, અમુલભાઈ જોશી 9227100011, કમલભાઈ દવે 9595688888, કેયુરભાઈ પંડ્યા 9429484440, નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Back to top button
error: Content is protected !!