DAHODGUJARAT

દાહોદ દાહોદ એસ.ટી.બસ ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર નિયત ટિકિટના દરો કરતા વધારે પૈસા લેવાતા જનતા ટાઇગર સેનાની માંગ ૭ દિવસમાં કર્મચારીને સસ્પેન્સ કરવામાં આવે 

તા. ૨૪. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ દાહોદ એસ.ટી.બસ ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર નિયત ટિકિટના દરો કરતા વધારે પૈસા લેવાતા જનતા ટાઇગર સેનાની માંગ ૭ દિવસમાં કર્મચારીને સસ્પેન્સ કરવામાં આવે

આજ રોજ તારીખ.૨૪.૦૮.૨૦૨૪ શનિવાર ના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસ ટી બસ ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર નિયત ટિકિટના દરો કરતા વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે મીડિયા માધ્યમથી ઘટના પ્રકાશમાં આવતા આજ રોજ જનતા ટાઇગર સેના દ્વારા દાહોદ એસ ટી ડેપો મેનેજર મારફતે જી એસ આર ટી સી ના મેજિનગ ડાયરેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું .જે કર્મચારી દ્વારા વધારે પૈસા લેવામાં આવ્યા છે તેને સસ્પેન્સ કરવાની માંગણી કરવામાં આવી ડેપો મેનજર દ્વારા જણાવવામાં આવ્યું કે કર્મચારી ને ૭ દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા છે .જનતા ટાઇગર સેના ની માંગણી છે કે ૭ દિવસ માટે નહીં આ કર્મચારીને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા જનતા ટાઇગર સેના દાહોદ જિલ્લામાં એક પણ બસ આવવા દેશે નહિ કે એક પણ બસ ને દાહોદ જિલ્લાની બહાર જવા દેશે નહિ .દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ૩૦૦ રૂપિયા રોજ કમાઈને ખાવા વળી જનતા છે .તેમની પાસેથી ટિકિટના નિયત દર કરતા ૧૦૦,૨૦૦ રૂપિયા વધારે લેવામાં આવે છે જે ખરેખર નિંદનીય બાબત છે તે બાબતે એસ ટી ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા, સામાજિક કાર્યકર્તા જયેશ સંગાડા, ક્રિષ્ના ચારેલ, મહેન્દ્ર માવી, પ્રેમચંદ પરમાર, રાહુલ પગી, ટીકુ ચારેલ, અંકિત ચારેલ, બાલમ ભુરીયા, વિનોદ પરમાર, આશિષ ડામોર,સોહમ ગણાવા હાજર રહ્યા

Back to top button
error: Content is protected !!