JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં સઘન વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ : ૪૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓએ આપી પરીક્ષા

તા.૮ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્ટ્રોંગરૂમ ખાતેથી GPS ટ્રેકિંગ સિસ્ટમ સાથે ૧૯૭ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા સાથે પહોંચાડાયા પ્રશ્નપત્રો

પરીક્ષાના સુચારુ આયોજન માટે અધિકારીઓ – કર્મચારીઓ સહિત ૪ હજાર જેટલો સ્ટાફ રહ્યો ખડેપગે

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા અને નક્કર પ્રયાસ સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનાર ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં ૫૭,૦૦૦ પૈકીમાંથી ૪૦,૬૧૭ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૬,૩૮૩ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારશ્રી દેવ ચૌધરી કડક બંદોબસ્તના નિરીક્ષણ અર્થે રીસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમ રૂમની મુલાકાત લઈ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી સુચારુ રૂપે થઈ રહી છે કે નહીં, તે સુનિશ્ચિત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરેથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાનો અવકાશ ન મળે તેવા કડક બંદોબસ્ત વચ્ચે સુપર વાઈઝર, વીડિયો ગ્રાફર, ફોટોગ્રાફર અને પોલીસ કર્મી સહિતની બનેલી ટીમ દ્વારા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે ૯૭ જેટલા રૂટના ૧૯૭ કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો પહોચાડવામાં આવ્યા હતા. વધુમાં પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર સુરક્ષિત ન પહોંચે ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને નીતિ નિયમો મુજબની પ્રવેશ પ્રક્રિયા દ્વારા પરીક્ષાર્થીઓના કોલ લેટર, આઈ. ડી. પ્રૂફ ચકાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ તકે પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકાય તે માટે અધિકારીઓ – કર્મચારીઓ સહિત ૪ હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!