BANASKANTHAPALANPUR

શ્રીમતી બી.કે. મહેતા આઈ.ટી. સેન્ટર, બી.સી.એ. કોલેજ, પાલનપુર માં વિદાય સમારોહ યોજાયો

23 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીમતી બી.કે. મહેતા આઈ.ટી. સેન્ટર, બી.સી.એ. કોલેજ, પાલનપુર માં વિદાય સમારોહ યોજાયો વૃંદાવન હોલ, પાલનપુર ખાતે શ્રીમતી. બી.કે. મહેતા આઈ.ટી. સેન્ટર, બી.સી.એ. કોલેજ ના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય સમારોહ યોજાયો. પ્રથમ અને બીજાં વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં સ્નાતક થતા વિદ્યાર્થીઓને ભાવભરી વિદાય આપવામાં આવી અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.વિદાય સમારોહની વિશેષતાઓમાં સ્વાગત પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો, મિસ્ટર અને મિસ ફેરવેલ સ્પર્ધા, સ્નાતક થતા વિદ્યાર્થીઓના અનુભવો અને પ્રાધ્યાપકોના સંદેશાઓનો સમાવેશ થયો. આ વિદાય સમારોહ માત્ર એક વિદાય જ નહોતો, પણ સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક નવા પ્રસ્થાનની શરૂઆત હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. નમ્રતા ગુપ્તા તથા કો-ઓર્ડીનેટર શ્રી પરવીન અમી અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરાયું હતું.
વિદ્યાર્થીઓએ પોતાના કોલેજ જીવનની યાદગાર ક્ષણો શેર કરી અને તેમના શિક્ષકો અને મિત્રો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. આ વિદાય સમારોહ એક નવો અધ્યાય શરૂ કરવાના ઊજવણ પ્રસંગ તરીકે યાદગાર બની

Back to top button
error: Content is protected !!