MORBIMORBI CITY / TALUKO

શિક્ષણ વિભાગની બદલી ઠરાવ સુધારણા માટે મળનારી બેઠક માટે મહાસંઘ દ્વારા વિસ જેટલા સુધારા રજૂ

શિક્ષણ મહાસંઘ  દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવમાં સુધારાઓ કરવા શિક્ષકો, આચાર્યો, મુખ્ય શિક્ષકો અને તાલુકા ટીમની રજુઆતને ધ્યાને લઈ વિસ જેટલા સુધારા રજૂ

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની બદલી અંગે બહાર પાડવામાં આવેલ ઠરાવોમાં રહેલી કેટલીક વિસંગતતાઓના કારણે કોર્ટ મેટરના કારણે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોના બદલી કેમ્પ મોકૂફ રહેલ હોય તા.17.02.23 ના રોજ શિક્ષણ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોની ઠરાવ સુધારા માટેની બેઠક મળવાની હોય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો,આચાર્યો, HTAT આચાર્યો સંગઠનની તાલુકા જિલ્લા ટીમના કાર્યકર્તાઓ પાસેથી બદલી ઠરાવ સુધારાની યાદી મંગાવી પ્રાંત ટીમને રજુ કરેલ છે જેમ કે તા. ૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવમાં પ્રકરણ– L મુદા નં.-૧ માં જે તે વિભાગ/વિષયની પ્રતીક્ષા યાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જીલ્લા ફેર અરજી સ્વીકારવાની નથી. જયારે ઘણા બધા જીલ્લામાં હાલમાં પ્રતીક્ષા યાદીથી પણ વધારે જે તે વિભાગ/ વિષયની જગ્યા ખાલી છે. શિક્ષક મિત્રોના નોકરીના ૬ (છ) વર્ષ પૂર્ણ થયેલ હોય છતાં પણ જીલ્લા ફેર અરજી સ્વીકારવામાં આવેલ નથી. અને હજુ આવતા બદલી કેમ્પ પછી ના બીજા વર્ષના ઓનલાઈન બદલી કેમ્પ સુધી પોતાના વતન માં જવા ખાલી જગ્યા હોવા છતાં પ્રતીક્ષા કરવી પડે એ ખૂબ અન્યાયી બાબત છે. અને વળી (પાંચ) વર્ષ પુર્ણ થયેલ શિક્ષકોની જીલ્લા ફેર અરજી સ્વીકારે તો આગળ જેમને અરજી કરેલ છે એમને નુકશાનકર્તા પણ નથી માટે પાંચ વર્ષ પૂર્ણ કરેલની જિલ્લાફેર બદલી સ્વીકારવા બાબત ઠરાવમાં સુધારો કરવો.

* અગ્રતાનો લાભ અંગે સુધારો કરવા બાબત ૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવમાં અગ્રતા બદલીમાં જે તે વિભાગ વિષયની અગ્રતાના 50% અને એકતરફીના 50% મુજબ બદલીનો લાભ આપવામાં આવે તેવો સુધારો સુચવવો.બોન્ડ વાળા શિક્ષકોને જિલ્લાફેર બદલની જેમ તાલુકા અને આંતરિક ફેર બદલીની છૂટ આપવી.બદલી કેમ્પમાં ત્યકતાને લાભ આપવાની જોગવાઈ કરવી.

વિકલ્પ લીધા તારીખથી જ સિનિયોરિટી ગણવી.

પ્રકરણ:- 9 મુદા નંબર- 9 HTAT અરસ-પરસ બદલી માટે સીધી ભરતી કે પ્રમોશન ભરતી એવા અલગ અલગ ભાગ પાડવાના બદલે HTAT ટુ HTAT મુખ્ય શિક્ષક ગણીને જ અરસ પરસ બદલીનો લાભ આપવા બાબત સુધારો.

HTAT મુખ્ય શિક્ષકની જગ્યા માટે સંખ્યામાં ફેરફાર કરવો.પ્રકરણ-11 મુદા નંબર – 19 HTAT બદલી માટે શાળાની વધુ ઉતરતા ક્રમમાં જગ્યા બતાવવાના બદલે HTAT મંજુર મહેકમ મુજબ ખાલી જગ્યા બતાવવી.

પ્રકરણ-K મુદા નંબર- 4 પાના નંબર-31/32 માન્ય અરજી જેટલી જગ્યા ખોલવાના બદલે મહેકમ મુજબ બધી જ ખાલી જગ્યા બતાવવી.પતિ-પત્ની કેસમાં બદલીનો લાભ જેમ શિક્ષકોને મળે છે એ મુજબ HTAT ને પણ આપવો.

HTAT મુખ્ય શિક્ષકને શૈક્ષણિક ગણ્યા હોય શિક્ષકોને લાગુ પડતા બધા જ નિયમો મુખ્ય શિક્ષકને લાગુ કરવા

HTAT મુખ્ય શિક્ષક બદલીને છુટા થાય ત્યારે ચાર્જ અન્ય શાળાના HTAT ને આપવાના બદલે તે જ શાળાના સિનિયર શિક્ષકને આપવા બાબત

બદલી કેમ્પમાં માંગતા પુરવાઓની તમામ જિલ્લામાં એકસૂત્રતા જળવાય એવી જોગવાઈ કરવી.
વધ પરત માટે ત્રણ કેમ્પ સુધી વધ પરતનો લાભ આપવો તેમજ વધ પરત માટે અલગથી કેમ્પ કરવાના બદલે દરેક આંતરિક કેમ્પની સાથે જ વધ પરતનો લાભ આપવો.
દિવ્યાંગ અગ્રતા બદલી માટેના નિયમનું અર્થઘટન બધે અલગ અલગ થાય છે તો તેની સ્પષ્ટ જોગવાઈ કરવા બાબત.દર વર્ષે સમય મર્યાદામાં અને નવી ભરતી પહેલા તમામ પ્રકારના બદલી કેમ્પ પૂર્ણ કરવા.
*તમામ પ્રકારની બદલી થયેલ શિક્ષકોને સત્વરે છુટા કરવા જો જગ્યા ખાલી રહેતી હોય તો એમની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવી.
*બદલી કેમ્પ ઠરાવમાં કરેલ જોગવાઈને ધ્યાનમાં રાખીને જ કરવા,જેમ કે ચાલુ વર્ષે ઓનલાઈન અરજી માન્ય અમાન્ય સહી વગરની આપેલ સૂચના મુજબ કરી હતી એમ ન થવું જોઇએ ઉપરોક્ત તમામ સુધારા તાત્કાલિક કરી હાલમાં જે બદલી કેમ્પ બાકી છે તે કેમ્પ માટે ઠરાવના સુધારાના આધારે ઓનલાઈન અરજીઓમાં જરૂરી સુધારા કરવા માટે થોડો સમય આપી કેમ્પ સત્વરે ઓનલાઈન જ કરવા.

ઉપરોક્ત તમામ સુધારા કમિટી મિટિંગમાં ગ્રાહ્ય રહે એ માટેના પ્રયત્નો કરવા શૈક્ષિક મહાસંઘ એક્શન મોડમાં આવી ગયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!