જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા માં પોષણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ આંગણવાડી કાર્યકર તેમજ હેલપર બેહેનો કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમૂખ મેહુલ ભાઇ ગોંડલિયા, સીડીપીઓ શ્રદ્ધાબેન બારડ, મહિલા બાળ વિકાસ અધિકારી કચેરી જુનાગઢ કૃપાબેન,અંકિતાબેન, પોલીસ સ્ટેશન વિભાગથી જલ્પાબેન ગોંડલીયા,શારદાબેન મહીડા,સખી વન સ્ટોપ સેન્ટર થી ભાખર અંકિતાબેન,DHEW માંથી ખૂંટ કૃપાબેન અને ડાંગર મીનાક્ષીબેન તેમજ સુપરવાઈઝર બેનો હાજર રહેલ વર્તમાન સમયમાં થતી સતામણી વિશે ચર્ચા કરેલ, ઘરેલું હિંસા વિષે ચર્ચા કરેલ, મહીલા અને બાળ વિકાસ વિભાગ ની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ આઈસીડીએસ કેશોદ અંતર્ગત પોષણ ઉત્સવ-૨૦૨૪ ઉજવણી કાર્યક્રમ ઘટક નંબર એક જેમાં મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને આંગણવાડીમાં આવતા પોષણ ક્ષમ આહાર ના પેકેટ માંથી બનાવેલી વાનગીની સ્પર્ધા રાખેલ હતી ઉપરાંત બાળકોએ બાલગીતો રજૂ પણ કર્યા આ વાનગી સ્પર્ધામાં વિજેતા થનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ નું સંચાલન શારદાબેન રાખોલિયા કરેલ હતું …
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ