વિજાપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે જન અધિકાર લડત અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે જન અધિકાર લડત અભિયાન જિલ્લા કોંગ્રસ સમિતિ ના પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં જન અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસ કાર્યકરો ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતુકે હાલની સરકાર માં લોકશાહી જેવુ રહ્યુ નથી ગત ચૂંટણીઓ દરમ્યાન થયેલ વોટ ચોરીના કારણે લોકશાહી નુ મારણ થઈ રહ્યું છે.જેને લઈને આગામી સમય મા નગરપાલિકાઓની આવતી ચૂંટણીઓમાં વોટ ચોરી અટકાવવા લોકશાહી બચાવવા માટે લોકો નુ સંપર્ક કરી આ અભિયાન થકી લોકો સુધી પોહચી લોકોને જાગૃત કરવા જીલ્લા પ્રમુખ દ્વારા અપીલ કરવા માં આવી હતી. આ કાર્યક્રમમા રામજી ઠાકોર ,મુકેશ મામુ, રાજેન્દ્ર સિંહ કુંપાવત, અશોક સિંહ વિહોલ તેમજ અસપાક અલી સૈયદ તેમજ ડી ડી રાઠોડ કાર્યાલય મંત્રી તેમજ એલ એસ રાઠોડ તાલુકા પ્રમુખ તેમજ પ્રતીક બારોટ શહેર પ્રમુખ તેમજ અમિતજી ઠાકોર તાલુકા યુવા પ્રમુખ તેમજ મુસ્તકીમ સૈયદ જીતુ ભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજરી આપી હતી.