MORBI:મોરબી થી જડેશ્વર તરફનો માર્ગ પર વિકાસનું વાવાઝોડું પડતા આખો રોડ ભાગીને ભૂકો થઈ ગયો!!!
“જડેશ્વર મહાદેવના મંદિરે જતા ભક્તો વિકાસ વિકાસની બૂમો પાડતા નેતાઓથી નારાજ”
મોરબી જિલ્લામાં મોટાભાગે સતત સુવિધા નોઅભાવ રહ્યો હોય તેવી એક નહીં અનેક વ્યાપક ફરિયાદો અખબારોના સમાચાર બની ચૂકી છે અધૂરામાં પૂરું મોટાભાગે શાસન પક્ષ ભાજપના નેતાઓ વિકાસની વાતો કરે છે વાસ્તવમાં મોરબી જિલ્લા પંથકમાં સુવિધા નો અભાવ લોકો અનુભવી રહ્યા છે જેમાં ખાસ રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં વિકાસની વાતો કરનાર શાસન પક્ષના નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય તેમ સમસ્યાઓ સતત રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હિન્દુ ચિંતક નેતાઓએ મહાદેવના ભક્તો ની ભાવનાને ધ્યાને રાખી મોરબી થી જડેશ્વર તરફ નો માર્ગ ભાંગીને ભૂકો થઈ ગયો છે તે તત્કાલ યુદ્ધના ધોરણે પાકો મજબૂત બનાવી ખરા અર્થે વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવું જોઈએ હાલ મોરબી થી વાયા રવાપર સજન પર જડેશ્વર જવા તરફનો માર્ગ વિકાસની વાતો કરનારા નેતાઓની કૃપાથી ભાગીને ભૂકો થઈ ગયો હોય તેવો ચિતાર તસવીરમાં દ્રશ્યમાન થાય છે