GUJARATLUNAWADAMAHISAGAR

વિરપુર પોલીસે કલત કરવાના ઇરાદે ત્રાસદાયક રીતે બાંધી રાખેલ મુંગા પશુઓ ગૌવંશ નંગ-૩ કિ.રૂા.૮૦,૦૦૦૮- ને બચાવી લઇ સુરક્ષિત જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે મોકલી આપેલ

આસીફ શેખ લુણાવાડા

વિરપુર પોલીસે કલત કરવાના ઇરાદે ત્રાસદાયક રીતે બાંધી રાખેલ મુંગા પશુઓ ગૌવંશ નંગ-૩ કિ.રૂા.૮૦,૦૦૦૮- ને બચાવી લઇ સુરક્ષિત જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે મોકલી આપેલ છે..

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  આર.વી.અસારી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક  જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક  પી.એસ.વળવી સાહેબ નાઓએ ગૌવંશનુ કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ઇસમો તેમજ કતલ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના મુજબ જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર  એ.એમ.બારીઆ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ટાટા ૪૦૭ ટેમ્પામાં ગૌવંશ કતલ કરવાના ઇરાદે ક્રુરતાપુર્વક બાંધી ગાડીમાં ભરી લીમડીયા ચોકડીથી વિરપુર થઇ લાલસર ચોકડી તરફ જવાના છે.જે બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એ.એમ.બારીઆ તથા વિરપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ કેવડીયા ત્રણ રસ્તા ઉપર વોચ તપાસમાં રહેલ.તે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો વિરપુર તરફથી આવતા ટેમ્પાને હાથથી ઉભો રાખવા ઇશારો કરતા ટેમ્પા ચાલકે તેનો ટેમ્પો લાલસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર હંકારી મૂકેલ જેથી વિરપુર પોલીસે ટેમ્પાનો પીછો કરતા તે ટેમ્પો લાલસર ચોકડી થઇ મોરાઇ ગામ આગળ રોડની સાઇડમા નીચે ઉતારી પલટાવી દઇ નાસી ગયેલ જેમા બે ગૌવંશ મરણ ગયેલ અને ત્રણ ગૌવંશ બચાવી લીધેલ આમ પો.સ.ઇ. વિરપુર પોલીસ સ્ટેશન તથા સ્ટાફના કર્મચારીઓએ ગૌવંશને કતલખાને જતા બચાવી લેવામાં આવેલ છે અને આ મુંગા પશુઓને જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે સુરક્ષીત જગ્યાએ મુકવામાં આવેલ છે.

(૧) કથ્થઇ કલરની ગાય નંગ-૧ કિ.રૂા.૨૦,૦૦૦/-

(૨) સફેદ તથા કાળા પટ્ટાવાળી ગાયો નંગ- કિ.ગ.૪૦,૦૦૦/-

આરોપી, ટાટા ૪૦૭ ટેમ્પો જેનો રજી.નં. RJ29GA4006 નો ચાલક/માલિક

ઉપરોકત ટાટા ૪૦૭ ટેમ્પો જેનો.રજી.નં. U29GA4006 નો ચાલક/માલિક વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પશુયાતકી પણાની જુદી જુદી કલમ હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

ઉપરોકત ટાટા ૪૦૭ ટેમ્પો જેનો.રજી.નં. /29GA4006 નો યાલક/માલિક વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પશુયાતકી પણાની જુદી જુદી કલમ હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!