JETPURRAJKOT

આગામી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અંતર્ગત રાજકોટ શહેરમાં ચાર સ્થળોએ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

તા.૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા. ૨૧ જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ૩૩ જિલ્લાઓમાં દર શનિવાર અને રવિવારે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં બે દિવસીય કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં સાધકોને યોગની પ્રેક્ટીકલ તાલીમ આપીને યોગના ફાયદા અંગે માહિતગાર કરાયા હતા.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની તૈયારીના ભાગરૂપે ગત તા. ૨૨ને શનિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી અને સિનીયર યોગ કોચશ્રી ગીતાબેન સોજીત્રાએ સાધકોને યોગની તાલીમ આપી હતી.

આ ઉપરાંત, ગત તા. ૨૩ને રવિવારે ત્રણ સ્થળોએ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં યોગ કોચશ્રી નીતિનભાઈ કેસરીયાના નેજા હેઠળ ભારત વિકાસ પરિષદના સહયોગથી રણછોડદાસ બાપુ કોમ્યુનીટી હોલ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં યોગ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી અને વંદનાબેન રાજાણી, યોગ કોચશ્રી શોભાબેન આશરા, પતંજલિ જિલ્લા પ્રભારીશ્રી નટુભાઈ ચૌહાણ, પતંજલિ મહિલા પ્રભારીશ્રી નીશાબેન ઠુમ્મર અને ભારત વિકાસ પરિષદના પ્રાંત પ્રભારીશ્રી પ્રફુલભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં, મવડી ગામ ખાતે યોગ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદીના‌ માર્ગદર્શન મુજબ યોગ શિબિર યોજાઈ હતી. જેમાં યોગ કોચશ્રી ડૉ. કલ્પેશભાઈ પાડલીયા દ્વારા સાધકોને યોગ અને પ્રાણાયામની જાણકારી અપાઈ હતી. તેમજ પડધરી ગામ ખાતે યોજાયેલી યોગ શિબિરમાં યોગ કોચશ્રી ચિંતનભાઈ ત્રિવેદી અને યોગ ટ્રેનરશ્રી અમીતાબેન બાવનીયા દ્વારા તાલીમ અપાઈ હતી, તેમ રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!