GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:શ્યામઈન ગેસ્ટ હાઉસનાં સંચાલકે મુસાફરોની નોંધણી નહિ કરતા જિલ્લા SOG પોલીસે કાર્યવાહી કરી 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૭.૮.૨૦૨૩

હાલોલ બસ્ટેન્ડ પાસે આવેલા ગેસ્ટ હાઉસ અને હોટલોના ગોધરા એસઓજી દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતા એક ગેસ્ટ હાઉસ નાં સંચાલકે સોફ્ટેરમાં મુસાફરોની એન્ટ્રી નહિ કરી જાહેર નામનો ભંગ કરવા બદલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતાં હાલોલ માં આવેલ ગેસ્ટ હાઉસ તેમજ હોટલ નાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક નાં સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા એસઓજી ની ટીમે હાલોલ માં આવેલ હોટલો તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમ પથિક સોફ્ટેરનો નિયમિત રીતે ઉપયોગ રોકાણ કરનારની તે સોફ્ટેર માં એન્ટ્રી કરવામાં આવી છે કે કેમ એ બાબતે ચેકીંગ કરતા હાલોલ બસ્ટેન્ડ પાસે શ્યામઇન કોમ્પલેક્ષ નાં ત્રીજા માળે આવેલ હોટેલ શ્યામ ઈન ગેસ્ટ હાઉસ માં મુસાફરોની વિગત દર્શાવતા રજીસ્ટર માં કરેલી એન્ટ્રી નો તે સોફ્ટેર માં એન્ટ્રી કરવામાં આવી ન હતી.જેને લઇ ગેસ્ટ હાઉસ નાં સંચાલકે જાહેર નામાંનો ભગ કર્યો હોવાથી ગોધરા એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસનાં સંચાલક છગનલાલ નવારામ પરમાર સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!