અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના મોટાભાગના નાના ડીપ પાણીમાં ગરકાવ થયાં,પંચાલ કસાણા ગામે કાર તણાઈ, બે લોકોને બચાવાયા
અરવલ્લી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા 24 કલાકની અંદર મેઘરજ તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં ખાસ કરીને જે તાલુકાના નાના ડીપ છે તે મોટાભાગે પાણીમાં ગરકાવ થયાં હતા પંચાલ કસાણા બાજુ આવેલા નાના ડીપ પર પાણી ફળી વળતા કાર પાણીમાં તણાઈ હતી જેમાં કાર ચાલક કાર સાથે તણાયો હતો, અને કાર ચાલક સાથે બે લોકોનો આબાદ બચાવ થયો હતો તણાયેલ કારને રેસ્ક્યુ કરી કાર બહાર કાઢવામાં આવી હતી