અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા માલપુર રોડ પર ચાલતા ગટર લાઇન નું કામ મંદગતિએ..!! મોડાસામાં વેપારીઓએ કર્યો ચક્કાજામ
મોડાસાના માલપુર રોડ પર કેટલાય સમયથી ગટર લાઇન તેમજ રોડનું કામ ચાલુ છે જેમા સહિયોગ ચોકડીથી લઈ મોડાસા ચાર રસ્તા સુધી કામ થઈ રહ્યું છે જેમા હાલ આ કામ ચાર રસ્તા બાજુ થી સર્કિટ હાઉસ સુધી ચાલુ છે. કામ શરૂ હોવાથી એક તરફી રસ્તાને કારણે વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સર્કિટ હાઉસ બાજુ સ્કૂલો અને માલપુર રોડ પર પણ સ્કૂલો આવી છે અને હાલ કામ મંદગતિએ ચાલતું હોવાથી વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા જેને લઈ માલપુર રોડ પર રોડની તેમજ ગટર લાઈન ની ધીમી કામગીરીને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો માલપુર રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરીનું કામ ધીમી ગતિએ થતા ચક્કાજામ થયો હતો જેમાં વેપારીઓએ રસ્તા પર બેસી ને વિરોધ કર્યો હતો વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બીજી તરફ ચક્કજામ ને લઈ વાહનોની કતારો લાગી હતી