GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ

મધ્ય- દક્ષિણ ગુજરાતના મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા: ૨૪/૧૧/૨૦૨૩ થી ૨૮/૧૧/૨૦૨૩ દરમ્યાન વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ.

વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, ચણા, ઘઉં, મકાઇ, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

ઉપર જણાવેલ પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો, વાતાવરણ બદલવાની શક્યતા હોવાને લઈ ઉભા પાકમા હલ પૂરતુ પિયત ન આપવુ, ખેતરમા રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા.

ફળ પાકો/શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમા સુરક્ષિત પહોચાડવા, ખેતરમા પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો, કાપણી કરેલ પાક તૈયાર હોય તો પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી, ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમા રાખવુ.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલસેન્ટરટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!