DANG

એસટી બસનાં ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસને પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી મુસાફરોનો જીવ જોખમમાં મુકતા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાની આહવાથી ગીરમાળ એસટી બસનાં ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસને પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી મુસાફરોનો જીવ જોખમમાં મુકતા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો..પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ આહવા એસટી ડેપોની એસ.ટી.બસ.ન.જી.જે.18.ઝેડ.2523 જે આહવાથી 18/45 કલાકે ઉપડી સુબિર તાલુકાનાં ગીરમાળ ગામે રવાના થઈ હતી.આ એસ.ટી બસનાં ડ્રાઈવર નામે હિતેશભાઈ જીવણભાઈ પટેલ કેફી પીણુ પીધેલી હાલતમાં હોય જેથી એસટી બસને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યાની જાણ સુબિર પોલીસની ટીમને કરવામાં આવી હતી.જેથી સુબિર પોલીસની ટીમે સુબિર ચાર રસ્તાના સર્કલ પાસે આહવા ગીરમાળ એસટી બસને ઉભી રાખી ડ્રાઈવરને જોતા સદર ઈસમની આંખો લાલ ચોળ હોય તથા મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી.આ એસટી બસનો ડ્રાઈવર સરખી રીતે ઉભો પણ રહી શકતો ન હતો અને લથડીયા ખાતો હતો.આ એસટી બસમાં કંડકટર અને અન્ય સાત જેટલા મુસાફરો સવાર હતા.આ ડ્રાઈવરે મુસાફરોનાં જીવને જોખમમાં મૂકી એસટી બસને પુરપાટવેગે અને ગફલતભરી રીતે હંકારતા મુસાફરોનાં જીવ અધ્ધર થયા હતા.પરંતુ સુબિર પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી આ બસને ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી.હાલમાં સુબિર પોલીસની ટીમે આહવા ગીરમાળ એસટી બસનાં ડ્રાઈવર હિતેષભાઈ જીવણભાઈ પટેલ ઉ.37.વલસાડ આહવા એસટી વિભાગ મૂળ.રે.રાનકુવા પટેલ ફળિયુ તા.ચીખલી જી.નવસારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Back to top button
error: Content is protected !!