MORBIMORBI CITY / TALUKO

મોરબી-હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા શહેર માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળશે

મોરબી-હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા મોરબી શહેર માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળશે

બપોરે 2:30 કલાકે ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજી મોરબી ની જનતા ને દર્શન આપવા રથમાં બિરાજમાન થશે.રથયાત્રા ચાલુ થાય તે પેહલા ભગવાનને છપ્પન ભોગ થી પણ વધારે ભોગ અર્પણ કરવામાં આવશે અને બપોરે 2:30 વાગે વિધિવત રીતે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. બપોરે 2:30 કલાકે રથયાત્રા મોર્ડન હોલ (ભક્તિનગર સર્કલ) નીકળી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ , ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડ થી મોર્ડન હોલ પહોંચશે.

આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો જોડાશે. રથયાત્રા દરમિયાન 200 કિલો શિરો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે સાથે સાથે અન્ય પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે.”વિદેશ થી પધારેલા ભક્તો માતાજી તેમજ પ્રભુજી દ્વારા કીર્તન”સમગ્ર રથયાત્રા દરમિયાન રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા મૃદંગ, કરતાલ, જેવા વાજીંત્રા સાથે કીર્તન કરવામાં આવશે.

ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે.રથયાત્રા બાદ રથયાત્રામાં જોડાયેલ દરેક ભક્તો તથા, દર્શનાર્થિઓ માટે ભોજન પ્રસાદ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે, સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી ના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજી ના નેતૃત્વમાં નીકળશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!