MORBI:મોરબીના ગોરખીજડીયા નજીક યારા ડેકોરેટીવ કારખાનામાં ઇલેકટ્રીક વાયરની ચોરી કરનાર પાંચ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ગોરખીજડીયા નજીક યારા ડેકોરેટીવ કારખાનામાં ઇલેકટ્રીક વાયરની ચોરી કરનાર પાંચ ઈસમો ઝડપાયા
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વ્રજ વાટીકા સોસાયટીના બ્લોક નં.૨૦ માં રહેતા હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગોરખીજડીયા ગામ નજીક આવેલ યારા ડેકોરેટીવ કારખાનામાં ગત તા.૧૧/૧૦ ની રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ કારખાનામાં પડેલ ઇલેકટ્રીક વાયરનું ફિંડલું કિ.રૂ. ૨૫ હજાર વાળું ચોરી કરી લાઇ ગયાની ફરીયાદ નોંધાવી હતી
તાલુકા પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા જેમાં આરોપી (૧)જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર ઉવ.૩૭ રહે-એલ.ઇ.કોલેજ રોડ ફુટ્ટપાથ ઉપર મુળરહે-મયારી તા.કુતીયાણ જી.પોરબંદર, (૨)વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર ઉવ.૨૩ રહે-હાલે ત્રાજપર ખારી,તા.જી.મોરબી મુળ રહે- સુહાના જી.ધાર એમ.પી., (૩)અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ ઉવ-૩૫ રહે.પાડાપુલ નીચે નદીમાં મોરબી મુળગામ-રાણાપુર તળાવ ફલીયા જી.જાંબવા એમ.પી., (૪)રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા ઉવ-૩૨ રહે.હાલપાડાપુલ નીચે નદીમાં મોરબી મુળગામ-મદનકુઇ ગામ જી.જાંબવા એમ.પી. તથા (૫)વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ ઉવ.૨૫ હાલરહે-નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી મુળ રહે-ચંન્દ્રશેખર આઝાદનગર (ભાવરા)એમપી વાળાની અટકાયત કરી તમામ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.