WAKANER:વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
WAKANER:વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં વાડીના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી વાંકાનેર તાલુકા પોલીસે છ ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રૂ ૫.૮૫ લાખ રોકડ, ૯૫,૫૦૦ ના મોબાઈલ, ૩.૪૫ લાખના બાઈક અને ૩ લાખની બોલેરો ગાડી સહીત કુલ રૂ ૧૩.૨૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચિત્રાખડા ગામની ખાડા તરીકે ઓળખાતી સીમમાં આરોપી ભગવાનજી ઉર્ફે હરેશ સવશીભાઈ જેજરીયાની કબ્જાવાળી વાડીમાં રહેણાંક મકાનમાં જુગારધામની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રહેણાંક મકાનમાં જુગાર રમતા ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઈ સવશીભાઈ જેજ્રરીયા,ચાપરાજભાઈ કાનભાઈ માલા, રાજેશ શાંતિદાસ દેસાણી, સુરેશ કેશુભાઈ સાબરીયા, શામજી કાળુભાઈ દેથરીયા અને ઉદય સોમલાભાઈ ખાચર એમ છને ઝડપી લીધા હતા સ્થળ પરથી પોલીસે રોકડ રૂ ૫,૮૫,૫૦૦ અને ૫ મોબાઈલ ફોન કીમત રૂ ૯૫,૫૦૦ તેમજ ૧૦ મોટરસાયકલ કીમત રૂ ૩,૪૫,૦૦૦ અને બોલેરો કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૧૩,૨૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે