BHARUCHGUJARAT

વાગરા: વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેટ બુટલેગર ઝડપાયો, 80 લીટર દેશી દારૂ ભરેલ ઇકો સાથે બુટલેગર ઝબ્બે

સમીર પટેલ, વાગરા

 

 

વાગરા પોલીસે વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 20 ટીન વિદેશી દારૂ, 80 લીટર દેશી દારૂ, ઇકો કાર મળી 4,3,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેટ બુટલેગર મુકેશ ઉર્ફે (ફોફી) ઝડપાયો..

પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વાગરા પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમા હાજર હતા, તે દરમિયાન બાતમીના આધારે ખડ ખંડાલીથી ઓરા તરફ જતી SSNL કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જડપી પાડ્યો હતો. તપાસ કરતા સો રૂપિયાની કીમતની 20 ટીન મળી આવી હતી. પોલીસે કુલ બે હજારના મુદ્દામલ સાથે લિસ્ટેટ બુટલેગર મુકેશ ઉર્ફે (ફોફી) રમેશ પટેલ રહે, શ્યામ સોસાયટી વાગરા નાઓને જડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈનાઓ ચલાવી રહ્યા છે.

દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે ચાલકની અટકાયત..

વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી, કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે. જેથી ભોપાભાઈએ પોલીસ ટિમ સાથે વાગરાની જીઇબી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની જીજે-16-ડીપી-0485 નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાસી લેતા તેમાંથી 80 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી. તેમજ ચાલક સુરેશ દેવા દેવીપૂજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 1,600 નો દેશી દારૂ તેમજ ઇકો કાર મળી 4,1600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ દેશી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!