HALVAD- હળવદના માથક ગામે સામાન્ય બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
HALVAD- હળવદના માથક ગામે સામાન્ય બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
હળવદના માથક ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ ઉવ.૨૦ ગઈ તા.૧૮/૧૧ના રોજ રાત્રીના તેમના મિત્ર સાથે ગામમાં આવેલ તકદીર પાન પાસે બેઠા હોય તે દરમિયાન આરોપી સુરેશભાઈ ઘોઘજીભાઈ જેતપરા, રવિભાઈ રણછોડભાઇ સડાણીયા, રણછોડભાઇ પોપટભાઇ સડાણીયા તથા બાબુભાઈ પોપટભાઇ સડાણીયા ચારેય રહે. માથક ગામવાળા ત્યાં હાથમાં છરી તથા લાકડાના ધોકા લઈને આવી શક્તિસિંહને કહેવા લાગ્યા કે તારા નાનાભાઈ નિખિલને સમજાવી દેજે જે અવાર નવાર મારી મજાક કરે છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ સાથેના સહ આરોપીઓએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ અંગે શક્તિસિંહએ હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી છે.