વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા માધ્યમિક શાળા, ખેરગામે 71.83% પરિણામ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. કુલ 142 વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. શાળાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓમાં રાજપુરોહિત અંજુ મોહનસિંહે 92.83% અંક સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા તેમને A1 ગ્રેડ મળ્યો છે. બીજા ક્રમે આહિર રિદ્ધિ કમલેશકુમાર રહી, જેઓએ 92.50% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. ત્રીજા સ્થાને પટેલ ખુશીકુમારી ભુપતભાઈ રહ્યાં, જેમણે 89.50% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.શાળાના સંચાલક મંડળે શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકમિત્રો અને શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા તથા ભાવિ કારકિર્દી માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.