SOMANATH:પ્રભાસોસ્તવ- ૨૫.સોમનાથ ખાતે સંસ્કારભારતી ગુજરાતનુ આયોજન…
SOMANATH:પ્રભાસોસ્તવ- ૨૫.સોમનાથ ખાતે સંસ્કારભારતી ગુજરાતનુ આયોજન…
રંગમંચ અને લલિતકલાઓને સમર્પિત અખિલ ભારતીય કલા સંસ્થા “ સંસ્કારભારતી ગુજરાત ‘દ્વારા દરવખતની માફક ચાલુ સાલે સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે ‘પ્રભાસોસ્તવ-૨૫’ નુ આયોજન કરવામાં આવેલ છે.
દિઃ ૨૯ માર્ચ સુર્યાસ્તથી દિઃ ૩૦ માર્ચ ના સૂર્યના પ્રથમ કિરણને અર્ધ્ય આપીને હિન્દુ નવવર્ષને વધાવવામાં આવનાર છે. સમગ્ર રાત્રી દરમ્યાન ગુજરાતના તમામ જીલ્લાના સમિતિના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ૪૦૦ જેટલા કલાકારો “પર્યાવરણ” થીમ આધારિત કાર્યક્રમ પ્રસ્તુત કરવાના છે.
પ્રભાસોસ્તવ -૨૫ ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરા ટુરિઝમ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે, જ્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કારભારતી ગુજરાત દ્વારા આયોજન થયું છે.
આ કાર્યક્રમનુ અધ્યક્ષ સ્થાન સંસ્કારભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ભારતીય વાયોલિન વાદક શ્રી મૈસુર મંજુનાથજી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરવાના છે. જ્યારે સંમારંભના ઉદઘાટા તરીકે ક્લકટર- ગીરસોમનાથ ડી.ડી. જાડેજા અને જીલા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા કરવાના છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે,ડી, પરમાર ની વિશેષ ઉપસ્થિતી રહેશે, જ્યારે શ્રીમતિ પલ્લવીબેન જાની, પ્રમુખશ્રી, વેરાવળ પાટણ સંયુકત નગર સેવા સદન અને ચીફ ઓફીસ પાર્થિવસિંહજી બી, પરમાર વિશેષ મહાનુભાવનુ સ્થાન શોભાવશે.
જીવન મૂલ્યોને વિવિધતામા એકતાના ભાવથી જોડી રાખનાર આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ કલાકારો લોકસંગીત, લોકનૃત્ય, નાટક. સંગીત, શાસ્ત્રીય નૃત્ય સાથે ઉતમ કલાની પ્રસ્તુતિ કરશે.
નવવર્ષના દિવસે દિઃ ૩૦/૩ ના રોજ સાંજે ૪-૩૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી ગૌલોખધામ ત્રિવેણી સંગમ ખાતે કલાસાધકો દ્વારા ભક્તિ સંગીત નો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવાના છે. આ તમામ કાર્યક્રમ જાહેર જનતા માટે આમંત્રિત છે.
સાંસ્કતિક કાર્યક્રમ પૂર્વે સાંજે ૫-૦૦ વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી રંગયાત્રાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. જે શહેર મા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી યાત્રા સ્વરૂપે ઓડીટોરિયમ ખાતે સંપન્ન થશે.
આ કાર્યક્ર્મના આયોજન માટે સ્થાનિક સમિતિના અધ્યક્ષ સુરોભા જાડેજા આખરી ઓપ આપી રહ્યા છે જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંકલન પ્રાંત મહામંત્રી પંકજ ઝાલા કરી રહ્યા છે. સંસ્કાર ભારતી ગુજરાતના અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ અને તમામ વિભાગોના સચિવશ્રીઓ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે