GUJARAT

જામનગરની સરકારી ન્યુ સ્કૂલમાં ઉજવાયો પ્રવેશોત્સવ

*જામનગરની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ*

*વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરાયા*

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરની વિવિધ સરકારી શાળાઓમા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાની શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવ સમા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અને ધો. ૯ તેમજ ધો.૧૧ માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જેમાં ધોરણ ૯ માં ૪૩ અને ધોરણ ૧૧ માં ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ અહેવાલ સંકલીત કરવા જામનગર જીલ્લા માહિતી કચેરીના કર્મયોગી અધીકારી શ્રી વિરેન્દ્રસિંહ પરમારએ જહેમત ઉઠાવી હતી

આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગત વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવા હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતભાઈ વીડજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મનિષભાઈ કનખરા, વિભાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાતે

વધુમાં જાણવા મળ્યા મુજબ ન્યુ સ્કુલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઇ કળસરીયાએ  વિદ્યાર્થીઓને પ્રવેશ અને પ્રોત્સાહન પુરૂ પાડવા બદલ  સૌ મહાનુભાવોનો  આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઇએ આ હાઇસ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨ નું શિક્ષણ મેળવ્યુ છે

000000000000

bgbhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

gov.accre.Journalist

jmr

8758659878

bhogayatabharat@gmail.com

 

 

Back to top button
error: Content is protected !!