MORBI – TANKARA મોરબી-ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવો
MORBI – TANKARA મોરબી-ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવો
મોરબીના મચ્છુ 3 ડેમના પાણીમાં ડૂબી જતા ૪૧ વર્ષીય યુવાનનું મોત મચ્છુ 3 ડેમના પાણીમાં ડૂબી જતા મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી ૪૧ વર્ષીય યુવાનનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નીલેશભાઈ નરશીભાઈ મેવા (ઉ.વ.૪૧) નામના યુવાન ગત તા. ૩૦ ના રોજ સાંજના અરસામાં મચ્છુ 3 ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સોખડા ગામે ઝરી દવા પી લેતા યુવાનનું મોત
સોખડા ગામે રહેતો ૧૮ વર્ષનો યુવાન પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી તાલુકાના સોખડા ગામનો રહેવાસી મયુર કાનજીભાઈ સુરેલા (ઉ.વ.૧૮) નામનો યુવાન ગત તા. ૧૬ ઓગસ્ટના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં બેભાન થયેલા ૯૦ વર્ષીય વૃદ્ધાનું મોત ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમ રહેતા ૯૦ વર્ષના વૃદ્ધા ઘરે બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધાનું મોત થયું હતું વૃદ્ધાના મોતનું કરણ જાણવા વિશેરા લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના લતીપર રોડ પર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીના રહેવાસી જવીબેન ધારાભાઇ ઝાપડા (ઉ.વ.૯૦) નામના વૃદ્ધા ગત તા. ૦૬ ઓગસ્ટના રોજ પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં વૃદ્ધાનું મોત થયું હતું જોકે મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી જેથી ફરજ પરના ડોકટરે મૃતકના વિશેરા લીધા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે