AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગારખડી ગામે એક પશુપાલકનાં બળદ પર આકાશી વીજળી પડતા બળદનું મોંત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે મોડી સાંજે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા અને જોરદાર પવનનાં સુસવાટામાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ ફરી વળી હતી.સુબિર તાલુકાનાં ગારખડી ગામનાં પશુપાલક મોતીરામભાઈ સોનિયાભાઈ ગાયકવાડનાં બળદ પર આકાશી વીજળી પડતા સ્થળ પર બળદ મોતને ભેટ્યો હતો.હાલમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે.અને ખેતીકામમાં ઉપયોગી એવા બળદનું વીજળી પડવાનાં કારણે આકસ્મિક મોત નિપજતા પશુપાલકને મોટી આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થઇ છે.જેથી સુબિર તાલુકા પંચાયત પશુપાલકને યોગ્ય વળતર આપે તેવી માંગ ઉઠી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!