GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી OSEM CBSE સ્કુલ ના કોમર્સ ના વિદ્યાર્થીઓએ રાજકોટ નાગરીક સહકારી બેંક ની મુલાકાત લીધી.

MORBI:મોરબી OSEM CBSE સ્કુલ ના કોમર્સ ના વિદ્યાર્થીઓએ રાજકોટ નાગરીક સહકારી બેંક ની મુલાકાત લીધી.

 

 

કોમર્સ ના વિદ્યાર્થીઓને બેંકિંગ ક્ષેત્ર નું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર મોરબી ની સ્કુલ દ્વારા બેંક ની મુલાકાત નું આયોજન કરાયુ.

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલ દ્વારા હરહંમેશ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અંગે સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન અર્પણ કરવા માં આવે છે. તે અંતર્ગત શાળા ના કોમર્સ ના વિદ્યાર્થીઓ બેંકિંગ ક્ષેત્ર ના પ્રાયોગિક જ્ઞાન થી માહીતગાર થાય તે હેતુસર વિદ્યાર્થીઓ માટે મોરબી ની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક ની મુલાકાત નું અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતું. રાજકોટ નાગરિક સહકારી બેંક ના અધિકારી જયેશભાઈ દવે, આશિષસિંહ જાડેજા સહીત ના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને બેંકિંગ વિશે સમજણ આપી હતી. બેંક માં ખાતુ ખોલાવવુ, KYC , ઓન લાઈન બેંકિંગ, NEFT, RTGS, વિવિધ પ્રકાર ની લોન તેમજ લોકર, વિવિધ પ્રકાર ની ડીપોઝીટ સહીત ની માહિતી બેંક ના અધિકારીઓ દ્વારા અર્પણ કરવા માં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે OSEM CBSE ના કોમર્સ ડીપાર્ટમેન્ટ નાં નિર્મિતભાઈ કક્કડ, અંકિતાબેન મારૂ, ઉમંગભાઈ સતાણી સહીત નાં જોડાયા હતા.
કોમર્સ ના વિદ્યાર્થીઓ માં વ્યવસાયિક કૌશલ્ય નો વિકાસ થાય તે હેતુસર કરાયેલ આ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થ ભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!