GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ઓટાળા પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધાનું આયોજન

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે ઓટળા ખાતે આવેલી શ્રી ઓટાળા પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર ચીત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર જાખાનીયા બંસી,તથા દ્રિતીય ક્રમ પર પરમાર પાયલ, તથા તૃતીય નંબર પર મોહનીયા રૂપેશ એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મોસત મનસુખભાઇ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે,વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, સી.એચ.ઑ આશીષ ગંધા, મ.પ.હે.વ યોગીરાજ ધંધાલીયા, ફિ.હે.વ રશમી ડાબેસરા, પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શીતલ બેન સોઢા અને તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!